સાહિત્ય સ્પંદન પરીવારમાં આપસૌનું સહૃદય સ્વાગત છે.
આપ સૌને જણાવતા આનંદ થાય છે કે સાહિત્ય સ્પંદન હવે આપ સાહિત્યપ્રેમીઓ સમક્ષ બ્લોગ પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે. આ બ્લોગના માધ્યમથી આપણે સતત મળતા રહીશું, સાહિત્ય અને સાહિત્યિક પ્રવૃત્તિઓને જીવંત રાખવી અને તેને વધુમાં વધુ વાચકો સુધી પહોંચાડવી એ અમારો મુખ્ય ઉદ્દેશ રહેશે. બ્લોગમાં નવા તેમજ નીવડેલા એમ બંને કવિ-લેખકોને સ્થાન આપવામાં આવશે. વિવિધ સ્પર્ધાઓ દ્વારા બ્લોગ પાર સતત રચનાત્મક પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. નવી સ્પર્ધાઓ તેમજ નવી રચનાઓ માટે સાહિત્ય સ્પંદન સાથે આપસૌ જોડાયેલા રહો એવી અપેક્ષા. ધન્યવાદ.
